Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

2  

Pragna Vashi

Others

જીવન જેને ન આવ્યું રાસ

જીવન જેને ન આવ્યું રાસ

1 min
7.1K


જીવન જેને ન આવ્યું રાસ લોકો એ જ છે શું આ ?
લીધો આવેશમાં વનવાસ, લોકો એ જ છે શું આ ?

બધાં જાણે જીવનનાં કૈં ઉધામા સાવ ફોગટ છે,
છતાં સામેથી વ્હોરે ત્રાસ, લોકો એ જ છે શું આ ?

ઘણાં વર્ષે જૂની ડેલીની સાંકળ ખોલતાંમાં જે,
કરે છે બે ઘડીની હાશ, લોકો એ જ છે શું આ ?

ઉછેર્યાં જે હતાં તે બીજ આંતકી હવે ઊગી,
પૂછે જડ કેમ તારા શ્વાસ, લોકો એ જ છે શું આ ?

બધી સંવેદનાની ધાર બુઠ્ઠી થૈ હશે એથી,
ફરે ખુદની ઉઠાવી લાશ, લોકો એ જ છે શું આ ?

બહુ અધ્ધર ઊડ્યાં ધરતીથી જેઓ બહુ ખુમારીથી,
ગણાવાતા’તા જેઓ ખાસ, લોકો એ જ છે શું આ ?


Rate this content
Log in