શોધ
શોધ
1 min
13.4K
હવાથી માણસ છે અને માણસ હવામાં છે,
આવી હકીકત પણ બિચારી અફવામાં છે.
સીધો સરળ રસ્તો મળ્યો છે ચાલવા માટે,
તોય જુઓને વળાંક ઘણાંના નક્શામાં છે.
ઈશ્વરને શોધવા નીકળ્યાં તો કોઈક બોલ્યું;
અહીં નહીં, તે દુકાને જા, ત્યાં એ સસ્તામાં છે!
એકાદ ઈચ્છાની લાશ મળે રોજ આંખોમાં,
ઊંઘ ઉપર દોષ છે ને સ્વપ્ન સજામાં છે.
ઘરનું સરનામું શોધી દુઃખે આવીને કહ્યું કે
સુખ ભૂલું પડ્યું છે, આવે છે, રસ્તામાં છે.
‘અંકિત’ ફરક પણ શું પડે હવે તાળીઓથી,
એકેય ચોખા હાથ ક્યાં મારી સભામાં છે.