Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khyati Anjaria

Horror Others

3  

Khyati Anjaria

Horror Others

ખંડેર

ખંડેર

1 min
493

ખંડેર ભાસે આ ઓરડો,

જેની દીવાલ ક્યારેક બોલતી'તી,

આરામે પોઢેલા માનવની,

વસ્તીથી ધમધમતી'તી,

પડ્યા ચીંથરા, કાગળના કચરાં,

વિકરાળ બની આ ભીંતો,

કોણ કહે કે આજ ઓરડો,

હતો ક્યારેક સજીવ જીવતો ? 

દેહ બળ્યા ને ચિતા ઠરી,

ને દર્દથી મળી છે રાહત,

ભસ્મીભૂત થયેલો આગથી,

ઓરડો લાગે અજીબ વિકૃત.

કેટલા જીવો, કેટલી આશા,

બળીને ખાક

ખાખ થઇ ગઈ,

ફરી જીવંત શું બનશે આ ઓરડો,

કદાચ... કદાચ...

આશાઓ જો જીવંત છે તો,

ફરી શક્ય છે, આ ઓરડાનો ઉજાસ ,

ફરી આવશે વસંત,

ફરી ખીલશે આ ઓરડામાં મલકાટ.

Rate this content
Log in

Similar gujarati poem from Horror