Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

4  

Jashubhai Patel

Others

ભાવ નો ભૂખ્યો

ભાવ નો ભૂખ્યો

1 min
14K

જેને ઇશ્વરે આજે માણસ બનાવ્યો,
તેણે ઇશ્વરને જ પછી કેદ કર્યો.

પોતાને અનુકુળ એવો અર્થ કરીને,
ધર્મના મુળભૂત અર્થને જ બદલ્યો.

ધર્મના જુદા જુદા વાડા રચીને,
ધર્મને નામે અંદરોઅંદર ઝઘડ્યો.

મનવાંછિત સઘળા ભોગો ભોગવવા,
વેદ ઉપનિષદની સારી આજ્ઞાઓ ભૂલ્યો.

મંદિરને જ એણે બનાવ્યું માર્કેટ,
ને ઇશ્વરને લાંચ રૂપી પ્રસાદ ધર્યો.

છે જેની પાસે જગ આખાનો ખજાનો,
તેને ભીખારીની જેમ જ ઊભો રાખ્યો.

સુખ મેળવવા લાઇનમાં ઊભેલા લોકોએ,
માગી માગીને એને થકવી નાખ્યો.

જોઇએ ના કોઇ પાસેથી તેને 'જશ',
છે માત્ર એ કેવળ ભાવ નો ભૂખ્યો.

Rate this content
Log in