Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharati Vadera

Others

2.5  

Bharati Vadera

Others

"મા"

"મા"

1 min
7.2K


પાંખા શ્વેત કેશ ને અંગે વીંટેલ મેલોદાટ સાડલો,
કંપતા હાથે ટટોળે પાલવડે બાંધેલી યાદોનો કાફલો.

તગતગતી આંખોમાં એની ઝૂરતો અનંત ખાલીપો,
વાટ જોઈ નજયુઁ થાકી તો યે આવે ન એનો બાબલો.

દિકરા ! તુજને ખીર ખવરાવું ,હૈયાનાં હેતનાં ઘુંટડા ભરાવું,
મીઠણાં લઈ તારી નજયુઁ ઉતારું,અંતરનાં આશિષ ઓવારું.

બીજું હું તો કાંઈ ન માંગુ, ખોળાનાં ખુંદનારનો આસરો માંગુ,
'માડી' કહી બોલાવે એટલું માંગુ, તારા ખોળે પ્રાણ હું ત્યાગું.

સ્વાર્થી દુનિયાએ તુજને ભરમાવ્યો, નથી એમાં કંઈ વાંક તારો,
ભૂલ્યો તું તારી જનનીને, હું કેમ ભૂલું તું વ્હાલીડો દિકરો મારો.

નથી જોઈતો મને કોઈ અસબાબ કે નથી ખપતો સાડલો તારો,
બસ! જલ્દી આવીને મને ઘેર લઈ જા, તુટી રહ્યો છે શ્વાસ મારો.


Rate this content
Log in