Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

અજવાળું થઇ ગયું,

અજવાળું થઇ ગયું,

1 min
13.4K


ઘટમાં  થયું  પ્રભાત ને અજવાળું થઇ ગયું,
ઝબકીને   જાગી   જાત ને અજવાળું થઇ ગયું.

પાંચે ય  તત્ત્વ  જ્યારે  પુષ્પ-પુષ્પ  થઇ   ગયા,
ત્યાં   મ્હેક-મ્હેક  ગાત ને અજવાળું થઇ ગયું.

એક જ અલખ ને એ જ અનલહક અવાજમાં,
ડૂબી   જ્યાં     કાયનાત ને અજવાળું થઇ ગયું.

કોઈ   સૂરજ   ન   કોઇ   ચંદ્ર , અસ્ત  ના  ઉદય,
દીવો  ન   કોઇ   બાત  ને અજવાળું થઇ ગયું.

કોણે   ઉલેચ્યા   અંધકાર?   કોણે   આ   કર્યું?
અજવાળું   આત્મસાત્ ને અજવાળું થઇ ગયું.


Rate this content
Log in