Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સૂરજ ઉગાડવો છે!
સૂરજ ઉગાડવો છે!
★★★★★

© Ninad Adhyaru

Others

1 Minutes   13.2K    6


Content Ranking

*અઢીસો મણની તળાઈ ઓઢી સૂતેલ રસ્તો જગાડવો છે,
તમે જો ફાગણ બનીને આવો, ગુલાલ પાછો ઉડાડવો છે.
 
સંબંધ વિશે મને ન પૂછો, ફરક-બરક કંઇ મને પડે ના,
વધે તો થોડો વધારવો છે, ઘટે તો થોડો ઘટાડવો છે!
 
ફરી તમોને લખીને કાગળ, ફરી ટપાલીની રાહ જોશું,
ફરી તમારા અવાજ માટે તમારો નંબર લગાડવો છે.
 
તમે કહો તો ચલો કરી દઉં બધાંય નક્ષત્ર આજ ભેગા,
તમે કહો તો લઈને આવું, તમારે ચાંદો રમાડવો છે?
 
તમે અમારી ગઝલ બનો તો ગઝલની દેવી બનાવી દઈશું,
તમે અમારી ગઝલ બનો તો જીવણ ફરીથી જીવાડવો છે.
 
કદી તમારો અને અમારો ન મેળ ખાશે, છે એજ કારણ,
તમારે સૂરજ ડૂબાડવો છે, અમારે સૂરજ ઉગાડવો છે!
 
'નિનાદ' વર્ષો થયાં હવે તો, ખયાલ બદલી શકે છે એનો,
ફરી એ મારા ખયાલ સાથે ખયાલ એનો અડાડવો છે.
 
*શ્રી હેમંતભાઈ કારિયાએ આપેલ મિસરા પરથી તરહી

તરહી ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..