Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational Others

3  

Umesh Tamse

Inspirational Others

સમય બદલાય તો

સમય બદલાય તો

1 min
253


કોઈ મારી જિંદગી થઇ જાય તો,

એ જ મારાથી જો ના પરખાય તો !


માનવે વાંચ્યા હશે સૌ પુસ્તકો,

પણ સ્વયંની જાત ના વંચાય તો !


તોડી નાંખો ભૂલથી દિલ કોઈનું,

ને પછી દિલમાં દુખાવો થાય તો !


મૃત્યુ પામે આપણું કોઈ સ્વજન,

આંખમાંથી આંસુ ના છલકાય તો !


આજ તો 'ધબકાર' જીવી લો જીવન,

કાલ જો પાછો સમય બદલાય તો !


Rate this content
Log in