Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શ્રાવણી
શ્રાવણી
★★★★★

© Nisha Shah

Others

1 Minutes   6.9K    5


Content Ranking

ઝરમર ઝરમર શ્રાવણી સરવરિયાં;
યાદ આવે મને તું સાવરિયા.

વારિ વરસે દળવાદળથી,
પાણી ટપકે વૃક્ષપલ્લવથી.

ટગરટગર અનિમેષ નજરથી,
નીરખે તું મને બારસાખેથી.

છબછબ છબછબ ભાદૌ છબછબિયાં;
યાદ આવે મને તું સાવરિયા.

રૂમઝુમ રૂમઝુમ ઝરણાં દોડે,
થનગન થનગન સરિતા દોડે.

છમછમ છમછમ ઝાંઝર પહેરી,
દોડતી’તી હું તુજને મળવા.

રીમઝીમ રીમઝીમ વરસે મેહુલિયો,
યાદ આવે મને તું નાવલિયો.

ધ્રીબાંગ ધ્રીબાંગ ધીન અંબર ગાજે,
વીજ ધ્રૂજી ધરણી આભને વળગે.

ધડધડ ધડધડ ધડકન દિલમાં,
બાઝી પડતા એકમેકને ડરમાં.

ઝરમર ઝરમર શ્રાવણી સરવરિયા
યાદ આવે મને તું સાવરિયા !

Rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..