Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

કેમ?

કેમ?

1 min
14.1K


ગાગર તો છલકાશે,હૈયાને છલકાવશું કેમ?
દિલ તો માનશે,પણ મનને મનાવશુ કેમ?

કેટલાય દિવસો ગયા વહી,જોવામાં વાટ,
એ ન આવે તો,બધું એમને જણાવશું કેમ?

કેટલાય ઓરતા છે અધૂરા એમને સતાવવાના,
પણ મળે જ નહિ તો,પછી સતાવશું કેમ?

લડત તો આપીએ છીએ,આમ જ રોજ,
પણ સદાય જીતતા સંજોગોને,હરાવશું કેમ?

વસે ભલેને એ દૂર,પણ આવે છે સપનામાં,
ભૂખ્યાં છે પ્રેમનાં,એમને લાડ લડાવશું કેમ?

કરવાં છે કેદ હવે તો એવાં,છૂટે ન કદી,
જર્જરિત છે જાળ પ્રેમની,ફેલાવશું કેમ?

દિલ લઇને ગયાં છે દૂર ભાગી એ 'જશ',
એમને પ્રેમનાં સુરીલાં ગીતો સંભળાવશું કેમ?


Rate this content
Log in