Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

વલ્કલ વસંતી પહેરીને

વલ્કલ વસંતી પહેરીને

1 min
14K


ડાળ પરના ફૂલ કેવા ડોલે છે?
કે વસંતી વાયરાને તોલે છે.

કેસરી વલ્કલ વસંતી પહેરીને,
આ કણેકણમાં જગત આંદોલે છે.

ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડે,
સાંજ કેસરયાળું કેસર ઘોલે છે.

એકડો ઘૂંટે પ્રણયની જ્યાં વસંત,
દ્વાર આ 'દિલીપ' ક્ષણના  ખોલે છે.


Rate this content
Log in