Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આ જોને આહીરને આંગણે
આ જોને આહીરને આંગણે
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   44    2


Content Ranking

આ જોને આહીરને આંગણે, નરહરિ નાચે નિત્યે રે;

બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે તે હરિ આવે પ્રીત્યે રે.

ઓ જોને...

નાચતો હરિ સુંદર દીસે ઘૂઘરડી વાજે ચરણ રે;

ભરૂઆડાનાં ભાગ્ય જ મોટા, શું કીજે ઉત્તમ વરણ રે? ઓ જોને...

ભક્ત તણા હિત જાણી ભૂધાર અવનિતલ અવતાર ધરે;

ધન્ય ધન્ય ગોપી કૃષ્ણ હૂલરાવે, નરસૈંનો સ્વામી પાપ હરે

ઓ જોને...

નરસિંહ મહેતા આહીર-ભરવાડ ભગવાન શ્રીકૃષ્ણ અવતાર કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..