Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Naishadh Makwana

Others

3  

Naishadh Makwana

Others

પૂછો નહીં...

પૂછો નહીં...

1 min
13.7K


દર્દનો અહેસાસ કેવો થઇ ગયો પૂછો નહીં,
સુખનો આભાસ કેવો થઇ ગયો પૂછો નહીં

દિલ લગાવી દિલ્લગીમાં હૂંફ મેળવતો રહ્યો,
તીરનો અભ્યાસ કેવો થઇ ગયો પૂછો નહીં.

એક આ સંસારની ઘટમાળ નો છેડો નથી,
આ સફરમાં ત્રાસ કેવો થઇ ગયો પૂછો નહીં.

છંદ, લય ને અર્થની સાંકળ પછી તૂટી ગઇ,
આ ગઝલનો પ્રાસ કેવો થઇ ગયો પૂછો નહીં.

બહુ દિલાસો આપતા મિત્રો બધા ભેગા મળી,
એ બધો બકવાસ કેવો થઇ ગયો પૂછો નહીં.

એક સપનું આંખમાં આવ્યું અને ચોંટી ગયું,
બે ઘડી અજવાસ કેવો થઇ ગયો પૂછો નહીં !

મેં કદી ક્યાં કોઇની, ક્યારે તરફદારી કરી?
તોય ખાસમ્ ખાસ કેવો થઇ ગયો પૂછો નહીં!

અર્થનો નઇં અર્થ ખોળ્યો એ પછી સંવાદમાં,
તે પછી સહવાસ કેવો થઇ ગયો પૂછો નહીં.


Rate this content
Log in