Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ
ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ
★★★★★

© Ramesh Parekh

Romance Inspirational Classics

1 Minutes   121    3


Content Ranking

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,

એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,

નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,

આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ,

ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,

અમે કમળની દાંડલી - કરીએ શું તકરાર ?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,

બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું

ઓણુકા વરસાદ કોરું વીજળી સૂડી ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..