અફાટ દરિયો
અફાટ દરિયો
1 min
7.1K
એકલતાનો અફાટ દરિયો
હવે ઘેરા દર્દથી ભરિયો
રોજ તો હતા બે તરવૈયા
આજે એકલા અમે તરિયો
ભર વસંતે બની પાનખર
ખર.. ખર..ખર..ખર..ખરિયો
ગાજવીજ, આયું તોફાન
આખરે ચૂપચાપ ઠરિયો
કરવું શું? સૂઝ ના પડી
જૂના સંસ્મરણોમાં સરિયો
નજર સામે પ્રગટ્યા તેઓ
સ્નેહભર્યો સત્કાર કરિયો
આવી એમણે માગી ભેટ
હૈયાનો ભાવ અમે ધરિયો
ન બોલ્યા, હસ્યા ખાલી
મનનો તમામ કલેશ હરિયો
મળ્યું સઘળું, ઈચ્છયું 'જશ'
મેળવવા જેને ચોમેર ફરિયો