શૈશવ
શૈશવ
1 min
139
કે મને શૈશવ ઉછીનું હવે આપો,
વ્યાજના હપ્તામાં પૂંજી બધી કાપો,
ખોખો લંગડીની રમતો બહુ ગમતી,
શોધવા મિત્રોને આમતેમ ઘૂમતી,
એ કાજ રમતી હું છુપાછૂપીનો થપ્પો
કે મને શૈશવ ઉછીનું હવે આપો.
હવે તો જિંદગી જ રમાડે રમત છે,
મોટાં થવાનું કેવું આતે મમત છે,
શૈશવનો કોઈ ખોલી આલો ઝાપો,
કે મને શૈશવ ઉછીનું હવે આપો.