Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

વડલાની ડાળે ઝૂલું છું

વડલાની ડાળે ઝૂલું છું

1 min
6.9K


ગામના પાદરે વડની વડવાઈ ઝાલી, આમતેમ ઝૂલે ઝૂલું છું
નાનેરા બાળ સાથે નાનેરો થઈ,આજ હું ખુદને ભૂલું છું,
 
વડવાએ વાવેલી મોંઘેરી મિલકતમાં, વારસાઈ તારીને મારી,
ઝાલીલે ડાળ અને ઝૂલીલે મોજથી, મેલી દે તારી કે મારી,
રૂપિયાને પૈસાની ચિંતા ક્યાં આપણે, મોજથી જીવન મુલું છું.. આમતેમ ઝૂલે ઝૂલું છું
 
દાયકા ગયા ને સૈકા પણ કેટલા, ઉંચી દીવાલો ક્યાં ચણી,
આપણે તો ગામડાનું પાદર ને વડલોજ મારો અલખધણી,
કાદવમાં કમળની પંક્તિ ખુલે બસ આજે હું એમજ ખૂલું છુ.. આમતેમ ઝૂલે ઝૂલું છું
 
 
રાજા થયાને રંક પણ કેટલા, એની સાબિતી વડલો આ મારો,
બાંધ ડાળે પૈડું રેલાશે આનંદ ઉતરશે ઓલ્યો ચિંતાનો ભારો,
વડલાને જોઈને જેમ ચણો ફૂલે આજે હું એમજ ફૂલું છું.. આમતેમ ઝૂલે ઝૂલું છું
 
ગામના પાદરે વડની વડવાઈ ઝાલી, આમતેમ ઝૂલે ઝૂલું છું,
નાનેરા બાળ સાથે નાનેરો થઈ, આજ હું ખુદને ભૂલું છું..
 
 
 


Rate this content
Log in