Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Fantasy

5.0  

Rajesh Hingu

Fantasy

સ્મરણની માંખ

સ્મરણની માંખ

1 min
430


કાનમાં તારા સદા બણબણ કરું,

હું સ્મરણની માંખ છું, ગણગણ કરું.


આ જગે સર્વત્ર દેખું તું જ તું,

આંખે એવી દૃષ્ટિનું આંજણ કરું.


તું જો મારી ફ્લાઇટની પાઈલટ બને,

મારી આખી જાતનું ઈંધણ કરું.


મોજથી રહો, ગીરનો સાવજ છું હું,

માલધારીનું કદી મારણ કરું !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy