Swati Silhar

Abstract


Swati Silhar

Abstract


લાલ રંગ

લાલ રંગ

1 min 13.9K 1 min 13.9K

હું સ્ત્રી...
લાલ રંગ મારા જીવનની ખૂબ નજીક રહેલો...
હું જેમાં જન્મી એ આવરણનો રંગ લાલ...
પહેલીવાર મમ્મીએ નાની પગલી પડાવેલી,
એ કંકુનો રંગ લાલ...


બાળપણમાં દુલ્હન બનવાના સપના જોતા,
પહેરેલા મમ્મીના ઘરચોળાનો રંગ લાલ...
હું યુવાન થઈ ગઈ છું,
એ વાતની મને જાણ કરનાર રંગ લાલ...
તારી સાથે થયેલ જીવનના પહેલાજ એ પ્રેમનો રંગ લાલ...

નવી જિંદગીની શરૂઆત કરી,
ત્યારે પેહરેલા પાનેતરનો રંગ લાલ...
જિંદગી મારી કરી તારા નામે,
ત્યારે મારી સેંથીમાં તે પૂરેલ એ સિંદુરનો રંગ લાલ...

ક્યારેક તારા પ્રેમના આવેશમાં,
મારા શરીર પર પડેલા એ ચાઠાનો રંગ લાલ...
તારા ક્રોધના ઉજરડા,
મારા ગાલ ને શરીર પર ઉપસી આવે છે...
એ ઉજરડાનો રંગ લાલ...

મારી કીકીની પાછળ એક ચોર ખિસ્સું રાખ્યું છે મે,
ખારા પાણીને સંતાડી રાખું છું...
અરીસામાં જોતાંજ... હદય વલોવાય...
ને ખિસ્સું ફાડીને ગરમ પાણી મારા ગાલ પરથી સરકે...
ત્યારે થતી મારી આંખનો રંગ લાલ...
ને ત્યારબાદ મને ક્યારેય લાલ રંગ જોવો ગમ્યો નથી...  


Rate this content
Originality
Flow
Language
Cover Design