Mukesh Jogi

Inspirational Others


Mukesh Jogi

Inspirational Others


મળશે કોઈ શક

મળશે કોઈ શક

1 min 7.1K 1 min 7.1K

સૂર્ય આપોઆપ ઉગશે, કોઈ શક ?

એમ આપોઆપ ઢળશે, કોઈ શક ?


સાર તો ક્ષણમાં એનો પામી શકો,

એક ક્ષણ એવી ય મળશે, કોઈ શક.


સાથમાં જો લઈ શકો તો લઈ લેજો,

માર્ગમાં પાછા એ નડશે, કોઈ શક.


આંખમાં આવી વસ્યા એ જે રીતે,

દૃશ્ય કાયમ એ ઉભરશે, કોઈ શક.


શબ્દ વાવી દે તું, ધીંગી છે ગઝલ,

અર્થ એનો તો વરસસે, કોઈ શક.


ડૂબવાનો એ નથી વિશ્વાસ છે,

રામ લખ બસ રામ તરશે, કોઈ શક.


શાંત ભાસે છે ધજાઓ ધર્મની,

કાલ એ ચોક્કસ ફરકશે, કોઈ શક.


Rate this content
Originality
Flow
Language
Cover Design