Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Classics Inspirational

4  

Nisha Shah

Classics Inspirational

કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકાર

કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકાર

1 min
13.8K

કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકારનો,

ઘ્વનિ જે સાંભળી શકે - તે કવિ.

શ્રાવણની મેઘલીરાત્રે વર્ષાની ધાર પર્ણો,

પરથી ધરાપર ટપકતી સાંભળી શકે-

તે હવામાં છવાયેલી ઉદાસી અનુભવે એમાં;

વહેતી ખુશીની લહેરીને સાંભળી શકે -

તેશબ્દોની હુતુતુતુને સ્વરોની અંતાક્ષરી,

અંતરથી રમી શકેને રમાડી શકે - તે કવિ.

નભને પેલે પાર વસતી અનોખી,

દુનિયાને જે નીરખી શકે - તે કવિ.

સમુદ્રપેટાળે સૂતેલા કદી વામન કદી,

વિરાટ વિશ્વવિધાતાને જગાડી શકે - તે.

કાવ્યશક્તિથી પત્થરમાં પ્રાણ પૂરી,

એ મૂર્તિને જે દેવ બનાવી શકે - તે.

શ્રોતાઓના હૈૈયામાં જે પ્રેમ પ્રગટાવી,

અલખનો દીવો પ્રગટાવી શકે - તે કવિ.

અને આવા કવિ એટલે માતરીસાહેબ!

Rate this content
Log in

Similar gujarati poem from Classics