Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirit Goswami

Others

2  

Kirit Goswami

Others

દરિયાના તોફાન

દરિયાના તોફાન

1 min
1.4K


પવન પકડશે કાન...
દરિયા, તારો પવન પકડશે કાન ! 
હમણાં-હમણાં વધી ગયા છે ,
બહુ તારા તોફાન !
તેથી પવન પકડશે કાન....

હૂ હૂ કરતાં મોજાં કેવાં
ધડામધડ્ પછડાય...
કોને દેખી આમ ફૂંફાડા-
મારે? ના સમજાય...

એબીસીડી બોલે કે-
તું  કાવ્ય  મજાનું ગાય?
ફીણ ઉડાડી ભાગે;
કેવું ચડતું તન્ને તાન !
તેથી પવન પકડશે કાન...

કેટકેટલી નદીઓ પીને
જાડો-પાડો થાય !
તોય કિનારે ધસમસતો
આવીને રેતી  ખાય !
ઘડીકમાં તું નાની  એવી
કોડીમાં  સંતાય !
ખારો-ખારો આમ છતાંયે
બધેય તારા માન !

 


Rate this content
Log in