Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

મીતના

મીતના

1 min
6.9K


સર ઉપર સદમા ઉઠાવો મીતના,
ભાવ જે રાખે હંમેશા હીતના.

તેમના કાજે ગઝલ લખતા રહો,
પ્રેમ ભાવે લય મઢી સંગીતના.

જેમને મળવા હ્રદય ઝંખે મગર,
દુરથી આપે ઇશારા પ્રિતના.

બોલ મીઠા લાગણી ભાવે ભરી,
ભેદવાને  સાત  કોઠા જીતના.

આરજુ જાગી સનમ ને ચાહવા,
પણ નડે ધારા રસમની રીતના.

ઓરતા મનના અધુરા સાલતા,
ઘાવ જેલો વાગતા મન મીતના.

ભૂતકાળે સાચવ્યા માસૂમ જતન,
એક પળમાં સૂર બદલે ગીતના.


Rate this content
Log in