Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Others

3  

Arjun Gadhiya

Others

સંકટ જ સહારો...

સંકટ જ સહારો...

1 min
253


ચાલે ન જીવન હવે વિપતો વિના રે,

મુસીબતો થઈ હવે સઘળી સબંધી,

એની જ સાથ મુજ રાત-પ્રભાત થાતી,

એનાં વિના ન પળ એકેય જાય મારી.


તોફાન છે હદયમાં મુજ બંધ ઝાઝાં,

ને છે બહારય પ્રહાર થતાં ઇ ઝાઝાં,

એથી ઘડાય હું ગયો છું ડગીશ ના ના,

તૂટી ભલેય પડતાં શિર વાદળાં આ.


છે ઈશ્વરીય ઈ કૃપા મુજ જીવને રે,

માની હું એમ હસતો સહતો સદાયે,

ને લોક આ જગતનાં ઈ વિચારતા કે,

રે કેમ આ દુખ વિના પણ જીવતો રે ?


એ જાણતાં ન મુજ જીવનની વ્યથાને,

ઓછી નથી વિપત 'અર્જુન' જીવને રે,

છે એ જ સાથ સથવાર સદાય મારો,

છે એ જ સાર મુજ જીવનની કથાનો.



Rate this content
Log in