Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

મ્યાન રાખે છે...

મ્યાન રાખે છે...

1 min
13.4K


ગગનમાં ચાંદ,તારા ને સૂરજ પણ મ્યાન રાખે છે,
ધરા પર સૂક્ષ્મ રૂપે એ બધાનું ધ્યાન રાખે છે.

જીવનમાં યાતના ભીષણ, છતાં રંગોને સર્જીને,
ચિતારો કલ્પનાનાં ચિત્રનું સન્માન રાખે છે.

તું જાણી લે કે આથમવું એ કુદરતની ક્રમિકતા છે.
ડૂબેલો સૂર્ય પોતાની સવારે શાન રાખે છે.

અધિકારે નથી મળતો, મળે છે પ્રેમથી એ તો,
બતાવી મંત્ર પૂજારી, પ્રભુનું માન રાખે છે.

ખીલેલાં પુષ્પ પર ઝાકળ અરે! શાની નિશાની છે?
બની ટહુકા હવે ચોપાસ, મનને બાન રાખે છે.

 

 


Rate this content
Log in