Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hanif Sahil

Inspirational

3  

Hanif Sahil

Inspirational

મીણનું નગર

મીણનું નગર

1 min
14K


સાવ સૂમસાવ આ ડગર છે બોલ,

આટલામાં જ એનું ઘર છે બોલ.

રક્તમાં કેવી છે આ ઉષ્ણ ગતિ,

શ્વાસમાં શાની ચડઉતર છે બોલ.

હોંઠ પર તારા પુષ્પ મ્હેંકે છે,

મારી આંખોમાં પાનખર છે બોલ.

આમ પળવારમાં પહોંચી જાઉં,

આમ સદીઓની આ સફર છે બોલ.

એક જાદુ છે એની આંખોમાં,

મારી ગઝલોમાં પણ અસર છે બોલ.

ઓગળી જાય છે સંબંધો પણ,

આ નગર, મીણનું નગર છે બોલ.

એકલો હું જ કંઈ નથી વ્યાકુળ,

આંખ એનીય તરબતર છે બોલ.

બોલવામાં ન કર વિલંબ હનીફ,

બોલ આ આખરી પ્રહાર છે બોલ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational