સતના પારખા
સતના પારખા
1 min
1.5K
મંગળવાર રાત્રિના દશ, ને દિનાંક પંદર
કાળરાત્રિએ ડોલી ઉઠ્યા, સાતેય સમંદર
ઘટના ઘટી ત્યારે હું હતો ચૌદસો કિમી દૂર
મારી માને આંચકી તે સંદેશો લાયો આંખે પૂર
જોડે હતો ત્યાં સુધી, પ્રયત્નો મારા અપાર હતા
કદાચ એ પ્રયત્નો જ, તારાથી દેખાતા ન હતા
મને દૂર કર્યો તે ને હ્રદયનો હુમલો આપ્યો
મારી માને બચાવવાનો, એક મોકોય ન આપ્યો?
હાલ સુધીના પ્રયત્નો પર, પાણી ફેરવી દીધું
હું નહતો ગમતો તને, એમ કહી દેને સીધું
મારી મા મરી છે પ્રભુ, 'શૌર્ય' હજુય નથી મર્યો
સાચી વાત કેહતા હું તારાથી પણ નથી ડર્યો
મને અંધારામાં રાખી પ્રભુ પાછળથી ઘા કર્યો
મને લાગે છે પ્રભુ તુ સતના પારખાથી ડર્યો