સાધુતા
સાધુતા
1 min
479
છે ફકીરની પકડમાં સાધુતાની દોરી,
ચગાવી પેચ સંસારી ઉંબરા અજમાવતી,
કદીક સાધુતા સંશોધન ચડતી પડતી,
આમ અડ્સટ્ટે સમજણને સમજાવતી,
જાણવા મનાવતો મન ઊંડું વિચારી,
મૂર્ખ થઈ જતો મર્મ ન સમજી મને સમજાવી,
પંગુતાની મરજીએ દોડવું રહ્યું સંસારી,
છુટી જાય પલાણ સન્જોગી વાજું વગડાવી,
સમજ ભોખડિએ રસ્તા રીઝવી વારી વારી,
કરોળિયા મન્સુબે રહી આ સાધુતા મૂલવવી,
સાધુતા બ્રહ્મચર્યમાં જાણવી કે સંસારમાં ?
દૈવી શક્તિથી ચાલે એ મૂળથી પરખવી,
ઈશ્વરીય વૃત્તિએ સાધુતાની ઈમારત ઉભી,
પાયામાં સંસારી ઈંટે જમાનત ચણાવવી.