Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

2.5  

Megh Bindu

Others

મીઠી મમતાની સુવાસ

મીઠી મમતાની સુવાસ

1 min
13.3K


મીઠી મમતાની સુવાસ 
પ્રેમળ કોમલ હાથ ફરે ને શબ્દોમાં સુવાસ 
મીઠી મમતાની સુવાસ 
રંગ બદલતી ઋતુઓમાં પણ 
રહે સદા મલકાતી 
અતીતની વાતોમાં ક્યારેક 
આંખલડી છલકાતી
ઘોર તિમિરના પંથે માન્યો હુંફ ભર્યો સહવાસ 
મીઠી મમતાની સુવાસ 
તાપ અને સંતાપે મળતી 
મીઠી એની છાયા 
ખળખળ વહેતી ભાવ ગંગમાં
મનભરીને નાહ્યા
એના સાનિધ્યે  માણ્યો રે જીવનનો ઉલ્લાસ 
મીઠી મમતાની સુવાસ 

 

 


Rate this content
Log in