સંસાર છે ચાલ્યા કરે...
સંસાર છે ચાલ્યા કરે...
1 min
740
જે થવાનું હોય તે થવાનું, થવા દે,
તારુ ક્યાં કશું યે જવાનું, સંસાર છે ચાલ્યા કરે.
ધાયુઁ હતુ કે બધુ હું જ કરુ છું,
કરે છે બધુ એ જ છાનું, સંસાર છે ચાલ્યા કરે.
હતી છીપને કયાં પોતાની ખબર પણ,
છતાં મોતી નીકળે, સંસાર છે ચાલ્યા કરે.
નહોતી ખબર કેમ દીપ બુઝાયો,
પછી નામ દે એ હવાનું, સંસાર છે ચાલ્યા કરે.
મોર ને પણ કયાં ખબર હતી,
કે પીંછા એના એને જ નડશે, સંસાર છે ચાલ્યા કરે.
'ભાવના' હતી તરસ કંઈક નવું રચવાની,
કોઈ ને ગમશે કે નહીં જવાદે સંસાર છે ચાલ્યા કરે....