Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manu V Thakor

Others

3  

Manu V Thakor

Others

બંસીના બોલ મને સાંભરે....(ગીત)

બંસીના બોલ મને સાંભરે....(ગીત)

1 min
13.5K


તારી યાદોમાં બેઠી છું ભૂલી સાન-ભાન રે,

કાન..! તારી બંસીના બોલ મને સાંભરે ! 

સૂની પડી છે વૃંદાવન ગલીઓ ને, 

      સૂનું આ ગોકુળીયું ગામ ;

પૂછે છે પાન - પાન કુંજગલી કેરા, 

      ક્યાં રે ખોવાયા ઘનશ્યામ. 

યમુનાને તીર ઊભા ધેનુંના ધણ તને ભાંભરે, 

કાન ! તારી બંસીના બોલ મને સાંભરે! 

સૂતેલી ગોપીયું શયનભુવનમાં, 

   એને નીંદરડી નેણલે ના આવતી;

શ્યામ.. તારા સોણલાં બહુ રે સતાવે,

   ને રાતલડી યાદ ભરી લાવતી.

રમવાને રાસ ઘેલી રાધા કરે તને સાદ રે

કાન ! તારી બંસીના બોલ મને સાંભરે ! 

મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને, 

   કાન! વીસર્યા છો વેણુના નાદ રે

વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી

   ફરી આવી ના ગોકુળની યાદ રે

વિરહને વાયરે ઝૂરતી કદંબ કેરી ડાળ રે

કાન ! તારી બંસીના બોલ મને સાંભરે ! 


Rate this content
Log in