Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

નિશા

નિશા

1 min
170


એની આંખોનું મસ્ત મસ્ત મૈખાનું ને આ મદભરી નિશા,

ધૂંધળી દેખાતી હતી જે એ પ્રકાશિત થઈ સઘળી દિશા !


સફર સૂરજની પુરી થયા પછીની અસ્તિત્વની દશા,

પાલખી તારાઓની સજાવીને સફરે નિકળી છે નિશા !


મને બોલાવી રહી આ રંગબેરંગી ક્ષિતિજોની ખામોશી,

મન મારૂં કરી મોહિત વગર સુરાએ નશો ચડાવે નિશા !


ને પડછાયા સમેટી ખુદના ગર્ભમાં સમગ્ર અસ્તિત્વના,

ને પછી ઘાયલ દિલોના દર્દને ઓગાળી રહી આ નિશા !


આભે ચમકતા સિતારા છે કે આ સરનામા સુખના,

સન્નાટાને ઘોળતી અમથી અમથી અંધારામાં નિશા !


અંતે પામવા "પરમ" પ્રકાશને અંધારૂ જ ખપ લાગ્યું,

મુજ અજવાળાના "પાગલ" બંધાણીને કામ આવી નિશા !


Rate this content
Log in