Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others Inspirational Tragedy

3  

Purnima Bhatt

Others Inspirational Tragedy

રાવ

રાવ

1 min
13K


કેટલી કરવી રે મારે રાવ અહીં?

ઓ ખુશી ! ક્યારેક તો તું આવ અહીં.

કાચઘરમાં તરફડે છે માછલી,

હાથમાં કાગળની છે આ નાવ અહીં.

કઇ રમત, કઇ છે નવી બાજી હવે,

હારવાનો છે સતત આ દાવ અહીં.

સૌ ક્ષણોને જો રઝળતી તેં કરી,

બેવફા, નાચીઝનો શિરપાવ અહીં,

ભીતરે જો હોય તો સંતાડી દઉં,

ઢેર માખીઓ, ને ખુલ્લો ઘાવ અહીં.


Rate this content
Log in