Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

4  

Gaurang Thaker

Others

વસંતે

વસંતે

1 min
13.8K


આ મોસમમાં જાદુગરી છે વસંતે
ધરા જાણે કે સુંદરી છે વસંતે

દસે દસ દિશા આવરી છે વસંતે
ને લીલોતરી નોતરી છે વસંતે

હશે માંગલિક કોઈ ઘરના પ્રસંગો
હવા બ્હાવરી બ્હાવરી છે વસંતે

બધી ડાળ ડાળે ને પર્ણોની વચ્ચે
આ ફૂલો તો કંકોતરી છે વસંતે

આ ભમરાને ફૂલો ની સાથે નિહાળી
મને તું જ તું સાંભરી છે વસંતે

હવે પાનખરની નહીં બીક લાગે
મેં ભીતરમાં ખુશ્બુ ભરી છે વસંતે

કલમનાં હૂં ઓવારણાં લઇ રહ્રો છું
કવિતા સ્વયં અવતરી છે વસંતે


Rate this content
Log in