Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Inspirational Others

0  

Dilip Ghaswala

Inspirational Others

વરસાદી ગીત

વરસાદી ગીત

1 min
922

ઉઠી આવ્યાં જુઓ ઝીણી વાંછટના લીલેરા સોળ ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.

આળસ મરડીને કન્યા એ કર્યો પીયુને ભીનો સાદ ;

ને પછી મન મુકીને વરસ્યો ભીનપવર્ણો વરસાદ.

શરમની મારી એ થઇ ગઈ પાણી પાણી ને રાતીચોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.

ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત;

રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત.

છમ છમ કરતી છમ્મક છલ્લોએ ઉછાળી છમ્મક છોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ

Rate this content
Log in