Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himanshu Mecwan

Others

3  

Himanshu Mecwan

Others

કલ્પનાઓમાં મશગૂલ

કલ્પનાઓમાં મશગૂલ

1 min
13.8K


સતત થતા શ્વાસોના આવાગમનમાં, 
ઊઠે છે પ્રશ્ન  સતત એક મનમાં.

બધું પામી લેવાની જિજીવિષામાં;
ખરેખર શું મેળવ્યું છે મેં જીવનમાં?

હોય માપદંડ તો નક્કી પણ થાય,
મજા મરણમાં છે કે આ જીવનમાં!

આખી જિંદગી જીવવાની માટે જ, 
ગુમાવી બેઠો, જે મજા  છે ક્ષણમાં.

સાવ ખુલ્લી આંખે જુવે છે સપનાઓ,
મશગૂલ છે જીવ કેવી કલ્પનાઓમાં!


Rate this content
Log in