તો જો
તો જો
1 min
6.7K
પ્રેમના આયામને વિસ્તારી તો જો
એકવાર તું મને તારો માની તો જો
બધુંતો તારા હાથમાં સોંપ્યું છે મેં
ખુલા હૃદયે તું મને સ્વિકારી તો જો
તું ચોક્કસ મને જીતી જઈશ જ
એકવાર મારી સામે હારીને તો જો
બધું તો ન્યોછાવર કરી દીધું છે મેં
ક્યારેક તું પણ કશુંક કરીને તો જો
એકવાર પહેલી નજરે નીહાળ તો ખરા
જીવ આપવાની છે મારી તૈયારી તો જો
ક્યાં સુધી મૌન ને ક્યાં સુધી ચૂપ
મનને એકવાર વાચા આપી તો જો
બધું જ બરાબર થઈ જશે ખાતરી છે
પ્રેમની કેવી ઉઠે છે ચિંગારી તો જો