Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Joshi

Others

2  

Shailesh Joshi

Others

વિષય બારનો વિષય

વિષય બારનો વિષય

1 min
7.2K


હવે આપણા આરામનાં દિવસો પાછા નજીકમાં છે...
હવે ફરી પાછું આપણે...
દરિયામાં ભીંજાયા વિના નાહવાનું,
મંદિરની બહાર ઈશ્વરનું સરનામું પૂછવાનું,
ખૂલી આંખે કઈ નહિ જોવાનું ને
બંધ હોઠે ઘણુંય બોલવાનાં દિવસો પાછા નજીકમાં છે.

રોજ તારું એકનું એક જ તોફાન
આપની વચ્ચે કેટકેટલું નવસર્જન કરી જાય?
પણ હવે થોડો સમય તોઆન વિના જ
વિસર્જિત થવાનાં દિવસો પાછા નજીકમાં છે.
તારે પીડાવાનાં દિવસોનો પણ મારો હરખ જોઇ તારે રીસાવાનું...

પણ સ્ત્રીત્વની પૂર્ણતા ખાતર
મારે ફરી અપૂર્ણ રહી જવાનાં દિવસો પાછા નજીકમાં છે.
આ દિવસોમાં તારી બધી ઇચ્છાઓ કેવી વિખાય ને પિખાય જાય છે?

પણ મારી બધી જ ઝંખનાઓને
ઇસ્ત્રી કરી અલાયદી મૂકવાનાં દિવસો પાછા નજીકમાં છે.
ભગવાન રોજ આપની ભેગો એક થાળીમાં જમી જાય છે..
પણ હવે કાચું સીધું ધરીને એને
તારાથી દૂર રાખવાનાં દિવસો પાછા નજીકમાં છે.


Rate this content
Log in