Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

બનું

બનું

1 min
7.1K


પથ્થરપણાંને તોડતું કો' ટાંકણું બનું;
ચોખા પકાવી જાણતું મગબાફણું બનું!

બોજો ઊંચકતી કોઈ પણ પળને હરાવી દે, 
મજદૂર-છાપરું કે એનું આંગણું બનું!

ક્યારેક થાય એમ કે એકલ પડી ગયો;
ક્યારેક થાય એમ પણ કે રાવણું બનું!

હંમેશ માપ બ્હારનો બોજો સહ્યાં કર્યો;
લો; આજ શ્રમના સાધકોનું માપણું બનું!

બુધ્ધિ વિશાળ થઈ જતાં ઠંડી વધી ગઈ;
સામાન્ય જનને કારણે લો; તાપણું બનું!


Rate this content
Log in