Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagdish Karangiya Samay

Others

3  

Jagdish Karangiya Samay

Others

મને મંજૂર છે

મને મંજૂર છે

1 min
7.5K


દૂધ નથી તો ચા મને મંજૂર છે,
આખી નથી તો પા મને મંજૂર છે.

એકવાર સાથે રમવા તો દો બાળકો,
નવી ગેંડી નવો દા મને મંજૂર છે.

મિત્ર હોય કે શત્રુ, પીઠ પ્રહાર ના કરજે,
તારો સામી છાતીનો ઘા મને મંજૂર છે.

બચી શકે જો તું તારા એકાદ ગુન્હામાંથી,
તું નિસંકોચ મારા સમ ખા મને મંજૂર છે.

મળે જો તને ‘સમય’ કરતા સારું પાત્ર,
તું તારે રાજીખુશીથી જા મને મંજૂર છે


Rate this content
Log in