મોતીડું માનમાં
મોતીડું માનમાં
1 min
6.7K
પરભાતે પથરાણી ઝાકળની હેલી ને
ઝાકળની બુંદ બની ડાળ પર
ચમકે છે મોતીડું માનમાં...
આભલેથી તારલાની જ્યોત
ઝીણી ચમકે ને ચમકીને
ઝબકે છે મોતીડું માનમાં...
નાનકડી કેડી પર કુંણેરુ ઘાસ -
ઘાસ-ધરતીપર જાણે કે એનો છે વાસ
વાસ-જાણે કે સૂકી તે ડાળખીને
કાંટા દેખાય તો યે
મીઠેરું મરકે છે મોતીડું માનમાં...
ભીતરથી ભીની ને દરવાજો બંધ -
બંધ-બારણું ખુલે તો ખીલે નાનકડું ફુલ
ફુલ-ખીલવાને થાતું ઉતાવળું ને એય
હરખુડું મલકે છે મોતીડું માનમાં