આનંદ અલગ હતો
આનંદ અલગ હતો
1 min
1.4K
સપનાના બંગલામાં રહેવાનો આનંદ અલગ હતો પડછાયો હતો સાથે છતાં મળવાનો આનંદ અલગ હતો
વસંતના દિવસો ઘણા વિતાવ્યા દોસ્તો વગરની યાદમાં
એટલે જ તો સુદામાને ભેટવાનો આનંદ અલગ હતો
ખરેખર સતાવી રહી છે મને વર્તમાનની આ જીંદગી એટલે જ તો બાળપણમાં પડવાનો આનંદ અલગ હતો
સમય નથી ક્યાંક શ્વાસ લેવાનો થાક ભરી જીંદગીમાં એટલે જ તો કુદરત સાથે રમવાનો આનંદ અલગ હતો
વિચારનો હોય જ્યાં એક સંકલ્પ ભગવાનના“સાનિધ્ય”માં એટલે જ તો મને પ્રાર્થના કરવાનો આનંદ અલગ હતો