ઇન્તેઝાર કરું છું
ઇન્તેઝાર કરું છું
1 min
3.7K
હવે હું તને કયારેય
સાદ નહીં પાડું "કાના"
નહીં લઉ રૂપાળુ તારુ નામ
કેમકે મારા શ્વાસોશ્વાસમાં
પૂરો વિશ્વાસ છે કે એક દિવસ
તુ મારી પાસે જરૂર આવીશ
મારી આતુરતાનો અંત આવશે
મારી લાગણીઓને સમજીને
તુ જરુર આવીશ
મારી ચાહત અનંત છે
અસીમ છે
એટલો તો કાના
તુ નિષ્ઠુર નથી
રણમાં ઉડતી ડમરીઓ વચ્ચે
એક આશાનુ કિરણ જરૂર દેખાશે
એક તેજોમય પૂંજ
લિસોટો જરૂર દેખાશે
જેની હુ આશા કરુ છું
એ ઘડીનો હુ 'રાઘા'
જન્મોજન્મથી
ઇન્તેઝાર કરું છું