Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bindya Jani

Romance

3  

Bindya Jani

Romance

હજુય જીવે છે

હજુય જીવે છે

1 min
179


તારા અને મારા વચ્ચે, એક સગપણ હજુય જીવે છે.

નામશેષ સંબંધો વચ્ચે, એક સ્મરણ હજુય જીવે છે.


ઝંખનાના ઝંઝાવાતમાં, એક શમણું હજુય જીવે છે.

વિતેલા સમયની ફરતી, એક ક્ષણ હજુય જીવે છે.


અચાનક તું મળશે એવી, એક આશ હજુય જીવે છે.

તારી યાદમાં સજતી, શાબ્દિક રચના હજુય જીવે છે.


Rate this content
Log in