Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prafulla Shah

Others

2  

Prafulla Shah

Others

ઊડાન

ઊડાન

1 min
6.6K


હું મારી શક્યતાનાં આકાશમાં

...અને...

મારા એકાંતના અનંતમાં ઊડવા માગું છું.

મારાં ભવ્ય મકાનની બધી દિવાલો તોડીને,

મારાં શરીરની બધી મર્યાદાઓ ઠેકીને,

મારાં મનની બધી ગ્રંથીઓ ભેદીને

...અને...

આયુષ્યનાં ખેતરનાં બધાં શેઢાઓ અતિક્રમીને,

મારે બસ ઊડવું છે.

આકાશને બાથમાં લેવું છે

...અને...

સૂરજને હથેળીમાં લેવો છે,

મારી ભીતર પડેલી

શૂન્યતાનો રંગ મારે જોવો છે

...અને...

મારા એકાંતનાં આકાશનો વિરાટ ચકરાવો મારવો છે

પ્રેમનાં પાતાળકૂવામાં આખું વિશ્વ ડોકિયું કરે છે એ મારે જોવું છે...


Rate this content
Log in