Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

ગજબનું ગૂંજન

ગજબનું ગૂંજન

1 min
13.2K


દર્શન તમારા આ વદનનું દુઃખભંજક છે,

ને નેહ ભરી નજર તો સ્નેહનું અંજન છે.


ને કાફલા કઈક અરમાનોના એક સાથે,

ડૂબી જાય એવા ગાલના આ ખંજન છે.


આવશ્યકતા સ્વર્ણ શૃંગારની ક્યાં છે હવે,

ખુદ રૂપ તમારું સાદગીમાં એક કુંદન છે.


હવે આ એક દિવસનો તમાશો તો નથી,

તમારી સાથે જન્મોજન્મોનું મનોરંજન છે.


એક સ્વપ્ન સમ હતો મુજ પ્રણય પ્રસ્તાવ,

હવે અંતરના અહેસાસનું સાચું સ્પંદન છે.


દુઃખ અને સુખની હવે વાત જ ક્યાં રહી,

જ્યાં હવે આઠે પ્રહર આનંદ જ આનંદ છે.


હવે સૂર તો મળી ગયો બંનેનો એકબીજામાં,

આ સાંભળો કેવું મજાનું ગજબનું ગુંજન છે.


જો નિયંત્રણ રાખી શકું તો ખામી છે મુજમાં,

"પરમ"નેય "પાગલ' કરે એવું આ જોબન છે.


Rate this content
Log in