Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
“એકલતા”
“એકલતા”
★★★★★

© Jigisha Raj

Others

1 Minutes   1.4K    7


Content Ranking

એકાંત?
એકલતા?
એકલવાયું?
અણગમો?
લાગણીઓને ઠેસ,
છાતી પર સમયનો ભાર,
ખોવાઈ જવું,
ત્રાસ શ્વાસનો,
ખાલી મુઠ્ઠીની ભીંસ,
ચીરતો ભૂતકાળ,
વીંખી નાખતી આજ,
ન જોયેલી કાલ,
આક્રંદ, રુદન ,
હયાતીનો હ્રાસ,
ક્ષણોનું યુગાન્તર,
ખોવાઈ જવાનો ડર ,
છૂપાવા માટેનો નશો,
વહેતાં, લથબથ આંસુ,
પાગલપનની અવસ્થા,
બેચેની, નિ:સાસા,
ચિત્કાર,
હું?

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..