Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


મીંડા મીંડા...

મીંડા મીંડા...

1 min 6.6K 1 min 6.6K

એકજ મિંડુ, બબ્બે મીંડા શું બોલો છો મીંડા મીંડા...
મીંડા માટે સમજણ ખોટી કેમ સમજવા સાચા મીંડા...

મીંડા ચડતાં માણસ મરકે,
મીંડા પડતાં માણસ છટકે,
મીંડા તુટ્યે માણસ  ભટકે,
મીંડા માટે જ્યાં - ત્યાં લટકે,
મીંડા માટે કામમાં કરતો સાચા - ખોટા છીંડા... એકજ મિંડુ...

મીંડામાં અલ્લાહો - અકબર,
મીંડામાં છે નાદ ભયંકર,
હીમશિખરમાં મિંડુ શંકર,
મિંડુ સીતા - રામ સમંદર,
મિંડુ ચક્કર, મિંડુ ભમ્મર ભર'માં એમાં ખોટા પીંડા… એકજ મિંડુ...

મીંડાને મીંડાનો નાતો,
મીંડા હારે મૌન  કમાતો,
મિંડુ પકડે  ખોટી વાતો,
મિંડુ જાણ્યે પૂરણ થાતો,
પૃથ્વી ફરતી ચક્કર ચક્કર એ ગોળામાં મીંડા મીંડા... એકજ મિંડુ...

 


Rate this content
Originality
Flow
Language
Cover Design