Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Children Classics

2  

Kalpesh Vyas

Children Classics

તડકાનો મહિમા

તડકાનો મહિમા

1 min
631




વિતી ગઈ શિયાળાની ઋતુ,

હવે ઊનાળો રંગ દેખાડશે.

ચૈત્ર,જેઠ,વૈશાખ સુધીમાં

તડકો હવે વિતાડશે.


સૂરજની કોમળ કિરણો

માથે હાથ ફેરવીને જગાડશે.

બપોરનો વધતો તડકો જુઓ

હવે બાર કેવા વગાડશે!


ઓરડાના તાપમાન કરતા

હવે તાપમાન વધતું જણાશે.

તાપ પ્રત્યેનું આપણું માન

ઓછુવત્તું થતું જણાશે.


થર્મોમિટરનો પારો

હવે ઊંચે જતો દેખાશે.

સ્ફાયગ્મૉમેનોમિટરનો

પારો પણ ડામાડોળ થાશે.


એકતરફ તડકા થકી

સજીવો હેરાન થઈ જાશે.

બીજી તરફ તડકાથી ઊનાળુ

પાક તૈયાર થઈ જાશે.


પાણી પર પડતો તડકો

વરાળ એની બનાવશે.

વરાળ ઊંચે ભેગી થઈને

વાદળા ઘણા બનાવશે.


પવનનો જોર એ વાદળાને

જમીન તરફ લઈ જાશે.

અષાઢનાં અંત સુધીમાં

વાદળા વરસાદ વરસાવશે .


ભલે સતાવશે તડકો છતાય

એ ઉપયોગી પણ થાશે.

તડકાને લીધે સજીવોનું

જીવન સફળ પણ થાશે.


Rate this content
Log in