જાતની ભીતર આંટો મારી
જાતની ભીતર આંટો મારી
1 min
13.8K
જાતની ભીતર આંટો મારી,
પાછો આવ્યો લાફો મારી!
એણે દિવસ માંગી લીધાં,
મેં કીધું કે રાતો મારી!
એણે લીપ્સ્ટીક લાલ કરી તો,
પાન મેં ખાધું કાથો મારી!
જીવતરનો તું અઠ્ઠો ના કર,
માંડ જીવું છું સાંધો મારી.
દિલ થઇ જાશે ગાર્ડન..ગાર્ડન,
એક ગઝલ તો વાંચો મારી!
મારા પ્રત્યે પ્રેમ નથી તો,
કેમ કરે છે વાતો મારી?
બોલ, હવે તો રાજી છો ને?
ખેંચી લીધી યાદો મારી!
સંધ્યા એનાં ગાલે ખીલશે,
નીકળ્યાં છે એ ચાંલ્લો મારી.
સરખાં ભાગ જો કરતા ફાવે,
દિલ લઇ જાજો કાપો મારી.
'નિનાદ' આવું ક્યાંથી લખતા?
લખતા હૈશે ગાંજો મારી